મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસ યોજનાનું કામ વર્ક ઓર્ડર મુજબ કરવામાં આવ્યું નથી તે અંગે ધ્યાન દોરી પત્ર લખ્યો હતો જેને અનુસંધાને આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થળ ની મુલાકાત લીધી હતી અને ભાજપ સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસ યોજવાનું કામ વર્ક ઓર્ડર મુજબ કરવામાં આવ્યું નથી તે બાબતે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું છે કે શહેરી વિસ્તારને સ્લમ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના હેઠળ ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. જે દરમ્યાન મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવાસ યોજનાના કુલ ૧૦૦૮ મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્ટ્રકશન કંપની કંપનીને વર્ષ-૨૦૧૩ ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી. અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા. જેનો વર્કઓર્ડરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આ ૧૦૦૮ પૈકીના ૪૦૦ કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નં.૧૧૧૬ માં બનાવવામાં આવ્યા છે અને બાયપાસ ઉપર સર્વે નં.૧૪૧૫ માં મુખ્યમંત્રી આવાસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવાના હતા. તેની કામગીરી આજની તારીખે પણ પુરી કરવામાં આવી નથી તે બાબતે પ્રદેશ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલનું પત્ર લખી ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જે બાદ આજે શક્તિ સિંહ ગોહિલ દ્વારા મોરબી ખાતે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ૨૦૧૩ માં શરૂ થયેલું કામ હજુ ૧૧ વર્ષે પૂર્ણ થયું નથી અને હજુ કોઈ રહેવા આવી શક્યું નથી.આ ક્વાર્ટર માં પણ ભ્રષ્ટાચાર થયો છે કોંગ્રસ ની સરકાર હતી ત્યારે હાઉસિંગ ક્વાર્ટર બનાવ્યા હતા આજે એ ક્વાર્ટર જેને મળ્યા હતા તેમની ત્રીજી પેઢી રહે છે છતાં કાંકરી પણ ખરી નથી તેમજ ઠેર ઠેર પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને પાણીના નિકાલ.માટે કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પડે છે અને એ બધા રૂપિયા ખવાય જાય છે એટલે સ્થિતિ ઠેરની ઠેર છે આ રીતે ભાજપ દ્વારા ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતની જનતા બધું જાણે છે અને ભાજપ સરકારનું અહંકાર તોડશે.
ત્યારે સુરતમાં ડેપ્યુટી મેયર કાદવ કીચડ માં ચાલવાથી બચવા માટે જે ફાયર ઓફીસર ના ખભે ચડી ને ગયા હતા તે બનાવ પર પણ પ્રહારો કર્યા જણાવ્યું હતું કે આ ભાજપનો અહંકાર છે પદાધિકારીઓ હંમેશા વિનમ્ર રહેવું પડે જનતાએ તેને મત આપીને ચૂંટીને મોકલ્યા છે અને સતામાં છે તેની વિશેષ જવાબદારી છે ફાયર ઓફીસર ના ખભા પર ડેપ્યુટી મેયર ચડી જતા હોય કે પગ ને બુટ ન બગડે આ ભાજપની માનસિકતા બતાવે છે.ગુજરાતીઓ આ બધું જોવે છે અને ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આ બધું બહુ જોયું છે અને હવે કોંગ્રેસ સેવાની સાધના કરવા નીકળી છે હવે ભાજપના અહંકાર ને ગુજરાતની જનતા તોડશે.