Saturday, April 27, 2024
HomeGujaratહળવદ નગરપાલિકામા કોન્ટ્રાકટર અધિકારી અને કર્મચારીઓનું ભ્રષ્ટાચારનું ભોપાળુ છતું થયું

હળવદ નગરપાલિકામા કોન્ટ્રાકટર અધિકારી અને કર્મચારીઓનું ભ્રષ્ટાચારનું ભોપાળુ છતું થયું

હળવદ પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બીલમાં કામ કરતા વધુ કલાકો ચડાવી બિલ મંજુર કરવી લઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગંધ આવતા ચીફ ઓફિસર દ્વારા પાલિકાના સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીને કારણ દર્શક નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો આપવાનું ફરમાન કરતા ચકચાર જાગી છે. આ ઉપરાંત મંજુર કરવામાં આવેલ રકમ કરતા વધુ બિલ મૂકી, મંજુર કરાવી લઈ કૌભાંડ કરનાર કોન્ટ્રેકરને પણ નોટિસ ફટકારી વધારાની રકમ પરત જમા કરાવવા આદેશ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકાની માલિકીની વેગડવાવ પાસે આવેલ નવા ખાતરના ચટ્ટાવાળી ૬ એકર જમીનને જે.સીબી મારફતે લેવલીંગની કામગીરી તેમજ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી કાર્યક્રમ સંદર્ભે વેગડવાવ રોડ પર જે.સી.બી દ્વારા બન્ને સાઈડ લેવલીંગ અને નડતરરૂપ જાળી-બાવળ દુર કરવાના કામના બીલ મુજબ તા.૨૮/ ૧૦/૨૧ ના રોજ વાઉચર નં.૧૨૯૬ / ૧૦ કેસબુક પાના નં ૪૪૭ થી ૫.૫૯.૭૨૭ /ચુકવવામાં આવ્યા હતા. પરંતુ બાંધકામ વિભાગ દ્વારા વર્ક ઓર્ડર આપ્યાની તા. શરતચૂકથી તા. ૧૫/૦૯/ ૨૦૨૧ નાખવામાં આવેલ અને ૧ થી ૧૨ નાના કામ વર્કઓર્ડરનું એસ્ટેશન આપવામાં આવ્યું હતું. કલેકટરની સુચના મુજબ તા.૨૦/ ૦૯/૨૦૨૧ ના રોજ રાજ્યપાલના કાર્યક્રમની જાણ કરવામાં આવેલ હોય અને ૨૧/૯/૨૧ થી કામ શરુ કરવાનું હતું. જેની કોન્ટ્રાકટર દ્વારા કોઈ જ પ્રકારની જાણ વગર તા -૧૮/૦૯ /૨૧ થી કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જે બીલ અન્વયે માલુમ પડેલ આ કામ નગરપાલિ હસ્તકના જેસીબી દ્વારા કરવામાં આવેલ અને તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ ૩ જે.સી.બી.નો વધારો કરવાની સુચના આપવામાં આવેલ હોય અને કામ કરાવેલ હોય પરંતુ આપના દ્વારા રજુ થયેલ બીલમાં ૫ જે.સી.બી.નો ઉલ્લેખ કરેલ હોય અને આ બીલનું પૂરું પેમેન્ટ કરવામાં આવ્યું હતું જે ખરેખર ચુકવવાપાત્ર થતું નહોતું.

ખાતરના ચાવાળી જમીન પર સેનિટેશન શાખાના કર્મચારીના મૌખિક રીપોર્ટ અન્વયે ૧૦ કલાક કામ કરાવ્યું હતું. જેની સામે બીલમાં ૩૫૩ કલાક બતાવેલ છે. એટલુંજ નહિ નગરપાલિકા દ્વારા જે.સી.બી.કામ ના ૦૭/૦૭/૨૦૨૧ ના રોજ મંજુર થયેલ ભાવો ૬૪૫ હતા જેની સામે કોન્ટ્રાક્ટર ગણેશ રાઠોડે ભાવો ૮૪૫ રજૂ કર્યા હતા. આમ બીલમાં કોન્ટ્રાકટર દ્વારા બીલમાં અડેધાડ ભાવ અને કલાકો રજૂ કરી પાલિકાને ધુમ્બો મારવામાં આવ્યો હોવાનું ભોપાળુ છતું થયું છે. કઠણાઈ તો એ વાતની છે કે લાગત વિભાગ દ્વારા પણ આ તમામ બીલમાં મંજૂરીની મહોર લગાવવામાં આવી છે જેથી ભ્રષ્ટાચારના આ નિવેધથી તેઓએ પણ પોતાનો કોઠો અભડાવી લીધો કે ગંભીર બેદરકારી રહી ? તે તપાસનો વિષય છે. હાલ તો આ પ્રકરણમાં પાલિકાના નાયબ હિસાબનિશ,સેની. ઇન્સ્પેકટર અને બાંધકામ ઇજનેરને કારણ દર્શક નોટિસ ફટકારી જવાબ મંગવામાં આવ્યો છે. તથા કોન્ટ્રાક્ટરને સાત દિવસમાં સંપૂર્ણ રકમ પરત કરવાની જાણ કરવામાં આવે છે. જો રકમ જમા કરવામાં નહિ આવેતો કોન્ટ્રાકટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!