મોરબીના નેશનલ હાઈવે-પીલુડી નવા રસ્તાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ આ રસ્તા પર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. આ રોડ ની હાઇવેથી શરૂઆતમાં જ આવેલ નાલું બન્યાના 10 દિવસમાં જ તૂટી ગયું છે.
મોરબીના નેશનલ હાઇવેથી પીલુડી(વાઘપર) અંદાજે ચાર કિમિનો રોડ બની રહ્યો છે. આ રોડ ની હાઇવેથી શરૂઆતમાં જ એક નાનું પુલીયું 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું, આ બન્યાના 10 દિવસમાં તૂટી ગયું છે. ત્યારે આ નાલા બનાવવામાં સાવ હલકી ગુણવત્તા વારા મટીરીયલનો ઉપયોગ થયો હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે આ બનતો રોડ કેટલા દિવસ ટકશે તે પણ એક સવાલ છે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ ત્યાં મુલાકાત કરી અને યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું. તેના થોડા દિવસમાં જ આ નાલું તૂટી જતા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.