મોરબી ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે 135 થી વધુ લોકોનામોત થયા હતા.આ ઘટના બાદ માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોના હૃદય થંભી ગયા હતા. જેને લઈ ગત સુનાવણીમાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેને લઈ હવે મોરબી નગરપાલિકાના કાઉન્સિલરોએ પોતાનો પક્ષ રાખવા માટે પક્ષકાર તરીકે જોડાવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજી હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના કાઉન્સિલરોએ આજ રોજ સુઓમોટો સુનાવણી દરમિયાન પક્ષકાર તરીકે જોડાવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા સુપરસીડ ન થાય તે માટે મોરબી નગરપાલિકાના કાઉન્સિલરો પક્ષકાર તરીકે જોડાવા ઈચ્છે છે જે માટે પોતાનો પક્ષ રાખવા માટે કાઉન્સિલરો પક્ષકાર તરીકે જોડાવા ઇચ્છતા હતા જેના જવાબ માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા સુપરસીડ કરવી કે નહિ તે અંગે રાજ્યસરકારનો નિર્ણય છે. જેમાં હાઇકોર્ટની કોઈ ભૂમિકા રહેતી નથી. જેથી આ કેસમાં જોડાઈ ન શકે તેવી ટકોર કરી અરજી ફગાવાઈ છે અને વધુમાં જણાવ્યું હતું કે જો રાજ્યસરકાર મોરબી નગરપાલીકા ને સુપરસીડ કરવાનો નિર્ણય લે છે અને બાદમાં કાઉન્સિલરો તે નિર્ણયને પડકાર આપવા ઈચ્છે તો તેઓ તે માટે અલગથી અરજી કરી શકે છે.