Wednesday, May 8, 2024
HomeGujaratરાજ્યના 30 થી વધુ આઇપીએસની બદલીઓમાં ગણતરીના કલાકો બાકી : જીલ્લા અને...

રાજ્યના 30 થી વધુ આઇપીએસની બદલીઓમાં ગણતરીના કલાકો બાકી : જીલ્લા અને રેન્જના અધિકારીઓ બદલાશે

રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા છેલ્લા કેટલાક સમયથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગૃહવિભાગ પણ આ બદલીમાં પાછળ રહે તેમ નથી જેમાં છેલ્લા પખવાડિયામાં જ રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને શાખાઓમાં ફરજ બજાવતા ડીવાયએસપી પીઆઇ અને પીએસઆઇ મળી કુલ આઠ ડઝનથી વધુ પોલીસ અધિકારીઓની બદલીઓ કરાઈ છે જો કે આ બદલીઓમાં લાગવગ એ જ લાયકાત સૂત્ર પણ સાર્થક થતું જોવા મળ્યું છે ત્યારે હવે આગામી સમયમાં રાજ્યમાં જુદા જુદા રેન્જ અને જીલ્લાઓમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની બદલીઓ પર લોકોની અધિકારીઓની મીટ મંડાઈ છે જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ હવે પછી IPS ની બદલીનો ઘાણવો કાઢવા કમર કસી લીધી છે જેમાં કુલ 30 થી વધુ IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવનાર છે જેમાં એસપી,ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમજ રેન્જ આઈજીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત અધિકારીની ગુડ બુકને પણ ધ્યાનમાં રાખવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલ પર થયેલા આક્ષેપો બાદ ગૃહ વિભાગ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં કોઈ કચાસ રાખવા માંગતું નથી જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા IPS અધિકારીઓની કામગીરી અને છબીનું લિસ્ટ ધ્યાનમાં લેવામાં આવ્યું છે જેના આધારે લિસ્ટમાં સામેલ 4 સિનિયર IPS અધિકારીઓનું પનનું કપાતું જોવા મળી રહ્યું છે જો કે હવે આ સત્તાવાર જાહેરાતને ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં ચૂંટણી લક્ષી પોસ્ટિંગને ધ્યાનમાં રાખીને ગૃહવિભાગ IPS અધિકારીઓની બદલીઓ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે આગામી સમયમાં હજુ અમુક ડીવાયએસપી, પીઆઇ,પીએસઆઇ કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે હાલ IPS અધિકારીઓની બદલીના ભણકારા વાગી ચુક્યા છે ત્યારે ગૃહવિભાગ દ્વારા ગમે ત્યારે આ બદલીઓની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisement -
- Advertisement -

IPS અધિકારી તેની સાથે લાગતા વળગતા અધિકારીઓની ટિમ પણ લાવી શકે.

ઉલ્લેખનીય છે કે પોલીસવિભાગમાં સરકાર ની ગુડબુકમાં રહેલા IPS અધિકારીઓ તેના પોસ્ટિંગ બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જુદી જુદી કામગીરીથી ટેવાયેલા અને જાણીતા હોય છે આ માટે તેની પાયાના અધિકારીઓનો મોટો ફાળો હોય છે જેમાં આવા IPS અધિકારીઓ પોતાના અંગત ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ ટીમને પણ સાથે લઈ આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે આથી થોકબંધ ડીવાયએસપી પીઆઇ પીએસઆઇની બદલીઓ બાદ પણ હજુ બે ડઝનથી વધુ આવા ખાસ ચુનંદા અધિકારીઓની બદલીઓનું એક લિસ્ટ નીકળે તો નવાઈ નથી.

હાલ ગૃહ વિભાગ દ્વારા આ IPS કક્ષાના અધિકારીઓ ની બદલીઓ પર તમામ નાના મોટા અધિકારીઓ,રાજકીય આગેવાનોની નજર છે ત્યારે આગામી સમયમાં  ગૃહવિભાગ નવા અને સારા સ્વચ્છ છબીના અધિકારીઓને મોકો આપે તેવી પણ એક આધારભૂત સૂત્રમાંથી માહિતી મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!