મોરબી જિલ્લામાં હળવદ પોલીસ મથકની હદમાં આવતા કાંઠા વિસ્તારના ગામોમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે જુના સુંદરગઢ ગામની પાછળ બ્રાહ્મણી નદીના કાંઠે રેઈડ કરી સરકારી જગ્યામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડી છે. જયારે આરોપી ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમે ઉપરી અધિકારીઓની મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવાની સુચના અન્વયે કામગીરી કરતા દરમિયાન જુના સુંદરગઢ ગામની પાછળ બ્રાહ્મણી નદીના કાંઠે બાવળની કાટમા આવેલ સરકારી ખરાબાની જ્ગ્યામા રેઇડ કરી દેવજી ઉર્ફે દેવો જીવણભાઇ પાટડીયા (રહે. નવા સુંદરગઢ તા.હળવદ જિ.મોરબી) દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અને દેશી દારૂ બનાવવાનો રૂ.૨૦૦૦/-ની કિંમતનો આશરે ૧૦૦૦ લીટર ઠંડો આથો તથા ભઠીના સાધનો સહિત 2400 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરી દરોડા દરમિયાન આરોપી દેવજી ઉર્ફે દેવો સ્થળ પર હાજર નહિ મળી આવતા તેના વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.