ટંકારા પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે ઓટળા ગામના જુના માર્ગે પાણીના ખાડામાં રેઇડ કરીને દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી, પોલીસે સ્થળ ઉપરથી ૮૦૦ લીટર ઠંડો આથો, ચાર ગેસના ચૂલા સહિતની સાધન સામગ્રી જેની કિ.રૂ. ૨૨,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે પડધરીના દેડકદડનો આરોપી દરોડા દરમિયાન હાજર મળી ન આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા પોલીસ ટીમને બાતમી મળી કે, ઓટળા ગામના જુના રસ્તે બંગાવડી ડેમની નજીક પાણીના ખાડામાં આરોપી રવિરાજસિંહ જાડેજા રહે. દેડકદડ વાળો દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત પોલીસે રેઇડ કરી હતી, પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધન જેમાં ચાર ગેસના ચૂલા, એલ્યુમિનિયમ બકડીયું, પ્લાસ્ટિકના કેન, પ્લાસ્ટિકની ડોલ તથા ૮૦૦ લીટર ઠંડો આથો સહિત કુલ કિ.રૂ.૨૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, દરોડા દરમિયાન આરોપી રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. દેડકદડ ગામ પડધરી વાળો હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ટંકારા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.