મોરબી તાલુકા પોલીસ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને સયુક્તમાં મળેલ બાતમીને આધારે તાલુકાના અમરાપર ગામે દિનેશભાઇ આયદાનભાઈ ગરચરની વાડીમાં રેઇડ કરતા જ્યાં દેશી દારૂ બનાવવાની બંધ હાલતમાં ભઠ્ઠી ઝડપાઇ હતી, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૨,૦૩૦ લીટર તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કિ.રૂ.૫૦,૭૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નરેશભાઈ રમણભાઈ નાયકા ઉવ.૨૧ રહે.અમરાપર ગામ, દિનેશભાઈ ગરચરની વાડીમાં, મૂળરહે.લીંબાની જી.છોટાઉદેપુરવાળાની અટક કરી છે, જ્યારે બીજો આરોપી વાડી માલીક દિનેશભાઇ આયદાનભાઈ ગરચર દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.