Thursday, March 12, 2026
HomeGujaratમોરબીના લીલાપર ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ: ૧.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત,...

મોરબીના લીલાપર ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ: ૧.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમિયાન ૪૦૦ લીટર ગરમ આથો, ૪૬૦૦ લીટર ઠંડો આથો અને ૧૫૦ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ. ૧.૫૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મનોજભાઈ વશરમભાઈ કુભારિયાના ખેતર સામે ગધા ડેમની પાળ પાસે ખરાબાની જમીનમાં આરોપી નવઘણ જેઠાભાઈ દેગામા રહે. લીલાપર વાળો દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતો હતો. જે મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૪૦૦ લીટર ગરમ આથો, ૪૬૦૦ લીટર ઠંડો આથો, ૧૫૦ લીટર દેશી દારૂ તેમજ પ્લાસ્ટિક બેરલ, લોખંડના બેરલ, પાઈપ, ઈલેક્ટ્રિક મોટર સહિત કુલ રૂ.૧,૫૯,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસ દરોડા સમયે આરોપી સ્થળ પર હાજર ન મળતા ફરાર થઈ ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!