વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂ. ૧,૩૦,૧૫૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી તેમની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર પ્રોહીબીશન અંતર્ગત વિશેષ ડ્રાઈવ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.આઈ. બી.વી. પટેલના માર્ગદર્શનથી તાલુકા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય, તે દરમ્યાન કોન્સ. શક્તિસિંહ પરમાર તથા સામતભાઈ છુછીયાને સંયુક્તમાં મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે સર્વેલન્સ ટીમે તાત્કાલિક રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર-૨૦૦ કિ.રૂ.૫,૦૦૦/-, ઠંડો આથો લીટર-૨૦૦ કિ.રૂ. ૫,૦૦૦/-, દેશી દારૂ લીટર-૬૦૦ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ ભઠ્ઠીના સાધનો કિ.રૂ.૧૫૦/-મળી કુલ રૂ. ૧,૩૦,૧૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી (૧)વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે.તરકીયા ગામની સીમમાં તા.વાંકાનેર, (૨)વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા રહે. તરકીયા તા. વાંકાનેર અને (૩)વિશાલભાઈ રવજીભાઈ મકવાણા રહે. નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.









