હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે ખરાબાની જગ્યાએ રેઇડ કરતા, જ્યાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, ૭ બેરલ ભરીને દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૪૦૦ લીટર સાથે ભઠ્ઠી સંચાલક આરોપીની અટક કરવામાં આવી, પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગત મુજબ, હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે, રવિભાઈ થરેશા નવા ધનાળા ગામની સીમમાં વાઘરીની ધાર પાસે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવા ઠંડો આથો ગાળી ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવે છે, જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો લોખંડનું પીપ, લાકડા તેમજ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૪૦૦ લીટર કિ.રૂ.૩૫,૦૦૦/-સહિતના મુદ્દામાલ સાથે આરોપી રવિભાઈ ટીનાભાઈ થરેશા ઉવ.૨૫ રહે.હળવદ પંચમુખી ઢોરા વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









