Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર સિટીમાંથી ફરી પકડાયો દેશી દારૂ, પોલીસે 400 લીટર દેશી દારૂ કર્યો...

વાંકાનેર સિટીમાંથી ફરી પકડાયો દેશી દારૂ, પોલીસે 400 લીટર દેશી દારૂ કર્યો કબ્જે

વાંકાનેર સિટી પોલીસે ફરી એક વખત શહેરી વિસ્તારમાંથી દેશી દારૂ પકડી પાડ્યો છે. શહેરના જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપરથી પાસ પરમીટ કે આધાર વગર ઈક્કો કારમાં લઇ જવાતો ૪૦૦ લીટર દેશી દારૂ મજ એક મોબાઈલ ફોન સાથે કુલ રૂ.૧,૦૮,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર જીનપરા જકાતનાકા હાઈવે રોડ ઉપર ગઈકાલે ચોટીલા તાલુકાનાં દુધેલીનો વતની અને ડ્રાઈવિંગનો ધંધો કરતો મુનાભાઈ વિરાભાઈ ગોવાળીયાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલા વાળી GJ-02-BD-1253 નંબરની રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની ઈક્કો કારમા રૂ.૮૦૦૦/-ની કિંમતનો ૪૦૦ દેશીદારૂ લીટર દેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખી હેરાફેરી કરી એક મોબાઈલ ફોન રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૧,૦૮,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે વાંકાનેર સિટી પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!