Saturday, April 27, 2024
HomeGujaratટંકારા નજીક કાર પલ્ટી મારી જતા દંપતીનું મોત, ચાર ઇજાગ્રસ્ત

ટંકારા નજીક કાર પલ્ટી મારી જતા દંપતીનું મોત, ચાર ઇજાગ્રસ્ત

ટંકારાના જામનગર રોડ પર સાવડી ગામ નજીક હાઈવે પર કુતરૂ આડુ ઉતરતા અર્ટિગા કાર પલ્ટી ખાઈ જતા વડોદરાથી દ્રારકાધિશના દર્શને જતા પતિ – પત્નીના મોત નિપજ્યા છે અને ચારને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે રાજકોટ ખસેડયા છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સાવડી ગામના વળાંક મા આજે સવારે ચારેક વાગ્યાના સુમારે એક પરિવાર વડોદરાથી દર્શન કરવા દ્રારકા જતો હતો. ત્યારે રોડ આડે કુતરૂ ઉતરતા સ્ટેરીગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટિગા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી, આર્યબેન ચૌહાણ, ચંદનબેન રમેશભાઈ મોરીને ગંભીર ઇજા પહોંચી હોય ટંકારા 108ના ઇએમટી વલ્લભભાઈ લાઠીયા ચાલુ સારવારે પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!