ટંકારા તાલુકાના હરીપર(ભૂટકોટડા)ગામ ના ચકરારી કેશ(ટાઉન ઓફ ધ કેશ) કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે ટંકારાના નામદાર જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે
ટંકારા પોલીસ સ્ટેશનમા તા. ૦૩/૦૪/૨૦૨૨ ના રોજ ફરિયાદીની એવી ફરિયાદ હતી કે. આ કામ ના આરોપી પોતાના કબ્જા નું એચ. એમ. ટી.ટેક્ટ્રર ટ્રોલી સહિત પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી મનુષ્ય ની જીંદગી જોખમાય તે રીતે રિવર્સમાં ચલાવી ફરિયાદીના દીકરા કવનને સાયકલ સહિત હડફેટે લેતા શરીર તથા માંથાના ભાગે ગંભીર ઇજાઓ પોંચાડી મોત નિપજાવ્યું મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની અટક કરી હતી
જે કેસ મહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા શરૂ થયેલો. આરોપી વતી મોરબી જીલ્લાના યુવા એડવોકેટ એ.પી. જાની, રાહુલ.ડી.ડાંગર,કેતન.બી.ચૌહાણ, દેવજી.આર.ચૌહાણ, જ્યોતી.પી. દુબરિયા રોકાયેલ આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટર શ્રી તથા તપાસ કરનાર અધિકારી શ્રી વિગેરે ની જુબાની લેવામાં આવેલી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરિયાદ થી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરિયાદી પક્ષે જે આરોપ આરોપી ઉપર કરીયો હતો તેમાં ફરિયાદીપક્ષ દ્દુરા સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામ ના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામા ફરિયાદ પક્ષના કેસ ને કે તેમના નિવેદન ને સમર્થન આપેલ નથી. ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ એ.પી. જાની ,કેતન.બી.ચૌહાણ દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોક્ત કેસમા નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી પરબતભાઈ ઓધવજીભાઈ ભાગિયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
આરોપી તરફે ટંકારા ના સિનિયર એડવોકેટ એ.પી.જાની.રાહુલ. ડી.ડાંગર,કેતન.ચૌહાણ, દેવજી.આર.ચૌહાણ,જ્યોતિ.પી.દુબરિયા રોકાયેલ હતા.