Wednesday, April 2, 2025
HomeGujaratમોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા વર્ષો જૂના ભાડુઆતને ભાડાની મિલ્કત ખાલી...

મોરબીમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા વર્ષો જૂના ભાડુઆતને ભાડાની મિલ્કત ખાલી કરી માલિકને સોંપવા કોર્ટનો હુકમ

તાજેતરમાં મોરબી સીવીલ કોર્ટમાં ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગનો કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટે ભાડા ચીઠ્ઠીની શરતનો ભંગ કરતા ભાડુઆત સામે લાલ આંખ કરી હતી. અને ભાડાવાળી મિલ્કત ખાલી કરીને તેનો કબજો મૂળ માલિકને સોંપવા માટેનો સિમાચિહન ચુકાદો આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જે સમગ્ર કેસની વાત કરીએ તો, મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર મુર્તુઝાભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલાની સંયુક્ત માલિકીની દુકાનો આવેલી છે. જે દુકાનો માંથી એક દુકાન જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ તેમના પિતા વખતથી ભાડે રાખી હતી. જે ભાડાવાળી દુકાન માત્રને માત્ર સાઈકલો ભાડે આપવા બેસવા ધંધો કરવાના હેતુથી ભાડે આપવામાં આવી હતી. અને આ દુકાનમાં દુકાનમાલિકની લેખિત પરવાનગી લીધા વિના કોઈપણ ધંધો કરવાનો નથી તેવી શરત ભાડાચિઠ્ઠીમાં લખવામાં આવી હતી. પરંતુ ભાડુઆત જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાએ દુકાનમાલિકની પૂર્વ લેખિત પરવાનગી મેળવ્યા વિના ભાડાવાળી દુકાનમાં સી.ડી. અને ડી.વી.ડી. વેચવાનો ધંધો કર્યો હતો. અને ત્યારબાદ ચા-પાણી વિગેરેનું વેચાણ કરવાનો ધંધો કરી ભાડાચિટ્ટિની શરતનો ભંગ કર્યો હતો. જેથી મુર્તુઝાભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલાએ તેમના વકીલ નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆ અને ચિરાગ દુષ્યંતભાઈ કારીઆ મારફતે મોરબીની દિવાની અદાલતમાં ભાડાવાળી દુકાનનો ખાલી કરી કબજો મેળવવા રે.દિ.મુ.નાં. ૭૨/૨૦૧૩ થી દાખલ કરી હતો. જે દાવો મોરબીના એડિશનલ સીવીલ જજ સી.વાય.જાડેજાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદી મુર્તુઝાભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલા અને હુસેનભાઈ મુસ્તાકભાઈ લોખંડવાલાનો દાવો મંજુર કરી પ્રતિવાદી જયેશભાઈ પ્રભુદાસભાઈ મુલીયાને ભાડાવાળી દુકાન ખાલી કરી તેનો કબજો હુકમની તારીખથી ૬૦ દિવસમાં વાદીને સોંપી આપવાનો હુકમ કરી સિમાચિહન ચુકાદો આપ્યો છે. જે કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે નવલચંદભાઈ જી.કારીઆ, ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીયા રોકાયાહતા. જો કે વર્ષ ૨૦૧૭ માં એડવોકેટ નવલચંદભાઈ કારીઆનું અવશાન થતા કેસ ચિરાગ ડી.કારીઆ તથા રવી કે.કારીઆ દ્વારા ચલાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!