મોરબીમાં રામનવમીના દિવસે વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશાહ પીરની દરગાહ પાસેથી નીકળતા વિજય યાત્રામાં જોડાયેલ મહિલાઓ પૈકી એક મહિલાએ ડીજેના સાઉન્ડમાં વાગતાં ભજન બંધ કરાવી મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.જેને લઇને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.જે મામલે એક યુવતીએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે અરજી ફગાવી દીધી છે જેથી આરોપી મહિલાને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રામનવમી વિજયયાત્રા યોજાઇ હતી. જે નવાડેલા રોડ ઉપરથી મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ પાસે પહોચી હતી ત્યારે વિજયયાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમમાં વાગતા ભજન બંધ કરાવી મહિલાઓ દ્વારા પોતાના હાથમાં માઇક લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા.તેમજ બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું.જેથી મોરબીના આઝાદ હોટલની સામે રહેતા ફારુકભાઈ આદમભાઈ અઘામ નામના ફરિયાદીએ અજાણી મહિલા વિરૂદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે મોરબી કોર્ટમાં જાકાસાણીયા આરતી નામની યુવતીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સામે મદદનીશ સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દ્વારા આગોતરા જામીન ન આપવા માટે દલીલ કરવામાં આવી હતી.જે બાબતને ધ્યાને લઈને કોર્ટે યુવતીની આગોતરા જામીન માટેની અરજીને ફગાવી દીધી છે. તેથી પોલીસે હવે આરોપી મહિલાની ધરપકડ કરવા માટેની કવાયત તેજ કરી છે.