આ કેસની વિગત મુજબ વર્ષ ૨૦૧૭ માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મકરાણી વાસમાં રહેતા એજાજ બ્લોચ ( બનાવ સમયે ઉ.૧૮) નામના યુવાન ને તેના જ મિત્રો શાહરૂખ સબીર દરજાદા અને આસિફશા શકિલશા શાહમદાર ને અગાઉ ક્રિકેટ રમવા બાબતે થયેલ માથાકૂટનો ખાર હોય જેથી તા .૨૨/૦૧/૨૦૧૭ ના રોજ રાત્રે મૃતક યુવાનને એક્ટિવામાં બેસાડીને બન્ને આરોપીઓએ એજાજ ને સોડા માં ઝેરી દવા પીવડાવી રવાપર ગામ પાસે આવેલ સજનપર ઘુનડા રોડ પર અવાવરું ખેતરમાં લઈ જઈને માથા થી લઈને પગની પાની સુધી ના ભાગમાં છરી ના ૬૭ ઘા મારી ને ક્રુરતા પુર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો.જે કેસમાં નજરે જોનાર સાક્ષીઓ એક પણ ન હતા.
ઉપરોક્ત કેસ આજે પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ.ડી.ઓઝા સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા બન્ને આરોપીઓ પૈકી એક આરોપી શાહરુખ સબીર દરજાદા ને આજીવન કેદ અને રૂ ૧૦૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યા છે .જ્યારે અન્ય એક આરોપી આસિફશા શકીલશા શાહમદાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી હોય જેથી તેનો કેસ અલગથી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ માં ચાલી રહ્યો છે.જેથી આવા કેસમાં આરોપીઓ ને સજા અપાવવી એ પડકાર રૂપ કહેવામાં આવે છે છતાં પણ મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય.સી.જાની દ્વારા ધારદર દલીલો કરી ને ફરિયાદી ને ન્યાય અપાવવામાં સફળતા સાંપડી છે.