મોરબીના યુવકે તેના મિત્રને હાથ ઉછીના રૂ.૪,૦૦,૦૦૦/- આપ્યા હતા. જે રકમ ચૂકવવા આરોપીએ આપેલ ચેક બાઉન્સ થતા સમગ્ર મામલે મોરબી કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ નવી પીપળીના રહીશને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડ અને ૯% નું વાર્ષિક વ્યાજ ફરીયાદીને અપાવવાનો મોરબી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પ્રશાંતભાઈ દેવજીભાઈ પરમારે નવી પીપળીના વતની વિજયભાઈ ડાયાલાલ પારેથીને ગત સપ્ટેમ્બર-૨૦૨૩ માં, હાથ ઉછીની રૂ.૪,૦૦,૦૦૦/- આપ્યા હતા અને આ રકમ પરત ચૂકવવા માટે વિજયભાઈ ડાયાલાલ પારેથીએ રૂ. ૪,૦૦,૦૦૦/- નો એક ચેક પ્રશાંતભાઈને આપ્યો હતો. જે ચેક પ્રશાંતભાઈએ તેના ખાતામાં રજુ કરતા ચેક પરત થતા, ફરીયાદીએ, આરોપી વિજયભાઈને નોટીસ આપી હતી. ત્યારે આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા પ્રશાંતભાઈએ વિજયભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. જે કેસમાં ફરીયાદ પક્ષે રજૂ કરાયેલ પુરાવાઓ દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ. હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ સી.વાય. જાડેજાએ આરોપી વિજયભાઈ ડાયાલાલ પારેથીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીયા, મનીષ કે. ભોજાણી, દયારામ એલ. ડાભી અને અતુલ સી. ડાભી રોકાયેલ હતા.