રાજસ્થાનના મહાદેવ કિચન પોઇન્ટના પ્રોપરાઇટર દ્વારા સંતોસ પ્લાસ્ટોમાંથી પી.વી.સી. સીટ પ્રોફાઈલ, કિચન કેબિનેટ અને પી.વી.સી. ડોરની ખરીદી કરી માલની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતા પેઢીએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં ટંકારા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી દેવાની રકમ રૂ.૩,૬૩,૨૭૯/-ના ડબલ રકમનો દંડ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના મહાદેવ કિચન પોઇન્ટના પ્રોપરાઇટર જેતાસીંગ પરવતસીંગે સંતોસ પ્લાસ્ટો ભાગીદારી પેઢીના ભાગીદારો વતી જયદીપ ચંદુભાઈ ચારોલા પાસેથી પી.વી.સી. સીટ પ્રોફાઈલ, કિચન કેબિનેટ અને પી.વી.સી. ડોરની ખરીદી કરી હતી જે રકમ પરત માંગતા મહાદેવ કિચન પોઇન્ટના પ્રોપરાઇટર જેતાસીંગ પરવતસીંગે રૂ.૩,૬૩,૨૭૯/-નો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા ટંકારાની કોર્ટમાં જયદીપ ચારોલા દ્વારા ફોજદારી કેસ દાખલ કર્યો હતો. જે ટ્રાયલ ચાલી જતા ફરિયાદીના વકીલ અમિત પી. જાની તથા રાહુલ ડી ડાંગર ની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને ટંકારાના જ્યુડી. મેજી. ફ.ક. એસ.જી શેખ દ્વારા આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ ૩,૬૩,૨૭૯/- ની ડબલ રકમ રૂ ૭,૨૬,૫૫૮/- ફરિયાદીને ફરિયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૦૯% સાદા વ્યાજ સહીત વળતર પેટે ૬૦ દિવસમાં ચુકવી આપવા આદેશ કર્યો છે. જે કેસમાં ફરિયાદી તરફે અમિત પી. જાની, રાહુલ ડી ડાંગર, કેતન બી ચૌહાણ, દેવજી આર ચૌહાણ ,જયશ્રીબેન સિણોજીયા તથા સહાયક તરીકે કરણ ડી ખુંગલા, અનિરુદ્ધ એલ ડાંગર , તથા અંજુબેન ચાવડા રોકાયેલ હતા.