મોરબીમાં વર્ષ ૨૦૨૨ માં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે કેસ આજે મોરબી સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને કુદરતી આયુષ્ય સુધી સખત કેદની સજા ફટકારી ઉદાહરણરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.
કેસની વિગત જોઈએ તો મોરબીમાં વર્ષ ૨૦૨૨ માં સગીરા ને ઘરમાં ઘૂસી ને પીંખી નાખનાર નરાધમ આરોપી નરશી નથુ ભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની દીકરી ગુમસુમ રહેતી હોય જે બાબતે શંકા જતા વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા આરોપીએ ભોગંબનારની એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો ભાઈને મરીનખવાની ધમકી આપી હતી જે ફરિયાદ બાદ આરોપી નરશી ની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.આ કેસ આજે મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન. ડી.કારીયા ની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીને કુદરતી આયુષ્ય સુધીની સખત આજીવન કેદની સજા અને વિવિધ કલમો હેઠળ કુલ રૂપિયા ૩૫૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ ભોગબનનાર ને રાજ્ય સરકારની યોજના હેઠળ રૂપિયા ચાર લાખ તેમજ આરોપીની દંડની રકમ પણ ભોગબનનાર ને ચૂકવવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે જો આરોપી દંડની રકમ ન ભરે તો ચાર લાખ વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.