સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાળીની રાત્રે માત્ર અઢી વર્ષની માસુમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હત્યા કરનાર હેવાનને કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની આકરી સજા ફટકારી છે. સુરત અધિક સેસન્સ કોર્ટના જજ પી એસ કાલા દ્વારા આરોપીને સજા સંભળાવી છે. આ ઉપરાંત સરકારે પીડિત પરિવારને રૂ.20 લાખની સહાઈની પણ જાહેરાત કરી છે.
સુરતના પાંડેસરામાં દિવાળીની રાત્રે શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા નિપજાવી હવસખોર હેવાન ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે તાત્કાલિક મૂળ બિહાર અને હાલ સુરત રહેતા આરોપી ગુડુ યાદવનેને ઝડપી લીધા બાદ તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા અને ગણતરીના દિવસોમાં, લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરી હતી.જે કેસ ચાલી જતા આરોપીને સજા આપતા પહેલા 42 જેટલા પુરાવા અને મૌખીક જુબાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી.ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઝડપી કહી શકાય તેમ માત્ર 29 જ દિવસમાં કોર્ટે આરોપી ગુડ્ડ મધેશ યાદવને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે દોષિત જાહેર કરી ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત સમગ્ર કેસમાં સરકાર પીડિત પરિવારને રૂ.20 લાખની સહાય આપશે.