Friday, January 10, 2025
HomeGujaratમાળીયા.મી ના નવલખી પોર્ટ ખાતે વર્ષ ૨૦૨૧માં થયેલ હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો:બે...

માળીયા.મી ના નવલખી પોર્ટ ખાતે વર્ષ ૨૦૨૧માં થયેલ હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો:બે આરોપી નિર્દોષ એકને આજીવન કેદ ફટકારાઈ

વર્ષ ૨૦૨૧માં માળીયા મી.ના નવલખી પોર્ટ ખાતે ટ્રક લોડીંગ બાબતે દશરથસિંહ નામના વ્યક્તિને આરોપીઓ સાથે તકરાર ચાલતી હોય જેનું મનદુઃખ રાખી આરોપીએ છરીના ઘા ઝીંકી દશરથસિંહ ને મોતને ઘાટ ઉતારી દેતાં ગુનો નોંધાયો હતો .જેને લઇને આજરોજ મોરબી સેશન્સ જજ દ્વારા હત્યા કરનાર આરોપીને આજીવન કેદ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મી.ના નવલખી પોર્ટ ખાતે ૨૨/૦૨/૨૦૨૧ ના રોજ ફરિયાદીના ભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા વાસુકી કોલમા લોડિંગનું કામ સાંભળતા હોય જેથી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાની ગાડી પોર્ટ માં ચાલતી હોય જેની લોડીંગ કરવા બાબતે ફોનમાં માથાકૂટ કરી ગાળાગાળી કરી તકરાર થયેલ જેનું મનદુઃખ રાખી આરોપીઓના કહેવાથી સુર્યદીપ સિંહ રણજીતસિંહ જાડેજા એ છરી વડે હુમલો કરી પેટના ભાગે તેમજ ડાબા હાથમાં અને વાંસાના ભાગે ચાર જીવલેણ હુમલો કરી મોત નિપજાવતા તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.જે કેસ આજે બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં કુલ ૧૦ મૌખિક પુરાવા અને ૩૭ દસ્તાવેજી પુરાવા ને આધારે અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે ની ધારદાર દલીલો ને ધ્યાને રાખીને આરોપી સૂર્યદીપસિંહ જાડેજા ને આજીવન કેદની સજા તથા બે લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. અને દંડની રકમ પણ મરણ જનારના પરિવારને વળતર પેટે ચૂકવવાનો હુકમ મરાયો છે.તેમજ આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ વર્ષની સખત સજા ફટકારવાનો હુકમ કરાયો છે. તેમજ આરોપી મયુરસિંહ વેલૂભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!