કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ દહેશતે પગલે બાળકોના રસીકરણને અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં કોવેકસીન રસી 2 થી 18 વર્ષના બાળકો માટે ઉપયોગમાં લેવા માટે ડીસીજીઆઇ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ભારત બાયોટેક અને આઈસીએમઆર એ સાથે મળીને ભારતીય કોરોના રસી કોવેક્સિન બનાવી છે. જે કોરોના સામે ક્લિક્નીકલ ટ્રાયલમાં લગભગ 78 ટકા અસરકારક નીવડી છે.
હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક આગાહી થઈ રહી છે ત્યારે ખાસ કોરોનની ત્રીજી લહેરની આશંકા છે જેનો સૌથી વધુ ખતરો બાળકો પર રહેશે તેથી બાળકોને આ કોરોનાથી બચાવવા માટે કોવેક્સિન આપવાનો અભ્યાસ ભારતમાં શરુ કરાયો છે.
બીજી તરફ આ અભ્યાન ખોટું છે અને બાળકોને રસી આપવી જોઈએ નહીં એવી દલીલો સાથે ભારતના 101 ડોક્ટરોએ 7 મી ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. અને બાળકોને રસી આપવાનું અભિયાન તાત્કાલિક બંધ કરવા માટે વિંનતી કરી છે.તબીબોનું કેહવું છે કે કોરોનનું સંક્રમણ એટલું હદે ફેલાઈ ગયું છે કે હવે દેશના તમામ બાળકોમાં કોરોના સામે ઇમ્યુનીટી આવી ગઈ છે. એટલે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક છે તેવું કહેવું અવૈજ્ઞાનિક છ. તેમ તબીબોનું માનવું છે.