Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં કોવિડ રિપોર્ટ પોઝિટિવ નેગેટિવમાં મોટું કૌભાંડ : રૂપિયા કમાવવા આડેધડ રિપોર્ટ...

મોરબીમાં કોવિડ રિપોર્ટ પોઝિટિવ નેગેટિવમાં મોટું કૌભાંડ : રૂપિયા કમાવવા આડેધડ રિપોર્ટ આપી રહ્યા છે :

પ્રથમ RPTCR રિપોર્ટ કરવામાં આવતા હવે એ બાદ સીટી સ્કેન કરાવવામાં આવે છે રોજના હજારો લોકો કોરોનાના ડરને લઈને રિપોર્ટ કરાવે છે તો આ મહામારી ના કપરા સમયે આવા લેબ ધારકો અને સીટી સ્કેન કરતા ડોકટરોની કોઈ નૈતિક ફરજો નથી આવતી એ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોનાની બીજી વેવ ભયાનક અસર કરી રહી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ બીજી બાજુ લોકોમાં પણ કોરોનાનો ભય ચરમસીમા એ પહોચી ગયો છે લોકોને તાવ શરદી થાય કે તુરંત જ હોસ્પિટલમાં પહોચી જાય છે અને ડોક્ટર તેને બ્લડ યુરિન રિપોર્ટ અને બાદમાં સિટીસ્કેન કરાવવાનું કહે છે

જેમાં રોજના હજારો કેસ આવા આવે છે ત્યારે એક વ્યક્તિના સીટી સ્કેન કરાવવાના બે હજાર થી પચીસો રૂપિયા આપવા પડે છે અને એ પણ વારો આવે ત્યારે આવા અનેક લોકોએ RTPCR રિપોર્ટ પણ કરાવેલ છે જેમાં એક રિપોર્ટ ના એક હજારથી પંદરસો સુધી દર્દીઓ પાસે રૂપિયા લેવામાં આવે છે એટલું જ નહીં સામાન્ય લોહી અને યુરિન ના રિપોર્ટના પણ મોટા ભાવ તોડવામાં આવે છે

ત્યારે લોકો પણ તમામ લેબોરેટરી અને સીટી સ્કેન કરાવવાં માટે ઉમટી પડયા છે પરંતુ લોકો ખોટા ગભરાયા વિના હોમ કોર્નટાઇન થઈ યોગ્ય કાળજી રાખી દવા લે તો સહેલાઈથી પ્રથમ સ્ટેજમાં જ કોરોના ને મ્હાત આપી શકાય છે આવું જેનલોકો કોરોના સામે જંગ જીત્યા છે તેઓનું માનવું છે હાલ રોજના આશરે પાંચ હજાર જેટલા લોકોના સીટી સ્કેન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ દીઠ પચીસો રૂપિયા એટલે કેવડો મોટો આંક થાય એ પણ સમજી શકાય છે અને લોકો હાલ પોતાના સ્વજનો માટે કોઈ પણ ભાવે અને કોઈ પણ ભોગે આ તમામ ટેસ્ટ કરાવે છે પરન્તુ સામાન્ય માણસો ક્યાંથી આવા ટેસ્ટ કરાવે એ મોટો પ્રશ્ન બની ગયો છે

એમ છતાં ઘણા લોકો ઉછીના પાછીના કરી આ તમામ રિપોર્ટ કરાવી રહ્યા છે આવી કપરી મહામાંરીના સમયે આવા ટેસ્ટ અને સીટી સ્કેન કરતા ડોક્ટરોએ અને લેબોએ પણ યોગ્ય ભાવ રાખી માનવતા દાખવવી જોઈએ શુ તેઓની કોઈ નૈતિક ફરજ નથી આવતી ? હાલ તો મોરબીમાં જાણે કોરોનાં નામેં આવી દુકાનોની સિઝન ખુલી હોય તેમ હાટડાઓ જામી ગયા છે .શુ મોરબીમાં આવુ ભયાનક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે ? આ પણ એક મોટો પ્રશ્ન છે. થોડા દિવસો પહેલા જ એક દર્દીએ RTPCR રિપોર્ટ કરાવેલ હતો

જે પોઝિટિવ આવતા સીટી સ્કેન કરાવેલ હતું તેમાં પણ કોવિડ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં આ દર્દીને જીજી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા પરંતુ ત્યાં રિપોર્ટ કરવામાં આવતા એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને બાદમાં જી જી હોસ્પિટલમાંથી તેને સ્વસ્થ હોવાનું જણાવી અને રજા આપી હતી જે દર્દી આજે પણ મોરબી પોતાના પરિવાર સાથે બિલકુલ સ્વસ્થ છે અને કોવિડના નિયમોનું પાલન કરી સાવચેતી રાખી રહે છે.મોરબીના સ્થિતિ ગંભીર છે પણ એટલી હદે નહિ કે તમે તાવ શરદી કડતરમાં બધા રિપોર્ટ કરાવામાં લાગી જાઓ હાલ લોકો પોતાના સ્વજનો માટે કઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે અને તેનો લાભ આવા લેભાગુ લેબોરેટરી અને સીટી સ્કેન ધારકો લઈ રહ્યા છેજે મોરબી માટે અત્યંત શરમજનક બાબત છે હવે તો તેઓને માનવતાની દ્રષ્ટિએ સમજી જવું જોઈએ કે લોકોને ક્યાં સુધી આવા ભાવ રાખી લૂંટશે ? મોરબી ની પ્રજાની મજબૂરીનો લાભ હાલ આવા તત્વો લઈ રહ્યા છે જે ગંભીર બાબત છે પરંતુ લોકો સમજે અને જાગૃતતા દાખવે એ મોરબી માટે હાલ જરૂરી છે.હાલ સોશ્યલ ડીંસ્ટન્સ જળવાઈ અને વધુ સંક્રમણ ન ફેલાય એ માટે મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા તમામ લેબોરેટરી ,હોસ્પિટલ અને સીટી સ્કેન કરતી હોસ્પિટલોને રિપોર્ટ બને ત્યાં સુધી ઓનલાઈન મેઈલ કે વોટ્સએપ કરવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!