ધાંગધ્રાના માલવણથી રખડતા રજડતા જીવો પાંચ ગાડીમાં ખીચોખીચ ક્રૂરતા પુર્વક ભરી ગૌવંશ અને ગાયને લઈને ખાખરાધર પાંજરાપોળમાં લઈ જવાતા હોય તેવી બાતમી ગૌ રક્ષકોને મળતાં મોરબી ગૌરક્ષક અને હિન્દૂ યુવા વાહિની દ્વારા તેને રોકી ચેક કરતા પાસ કે પરમીટ વગર અને ધાસચારાની સુવિધા વગર ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરેલા હોવાનું સામે આવ્યું હતું અને જેના કારણે ૧૫ પશુઓના મોત થયાનું પણ સામે આવ્યું હતું.
મોરબી ગૌરક્ષકની ટીમ એ પાંચ ગાડીઓમાંમાંથી કુલ ૧૦૦ જીવતા બચાવ્યા હતા.તેમજ ૧૫ મૃત્યુ પામેલા ગાય અને ગૌવંશ સહિત કુલ ૧૧૫ પશુઓ ને પાંચ આઇસરમાં જેમના ગાડી નંબર GJ06XX7250, GJ13 AT 2779, GJ1BV6186, GJ13W0856, GJ13AT9067ને પકડી પાડયા છે. જેમાં મોરબીના ગૌ રક્ષક,થાન ગૌરક્ષક, ચોટીલા ગૌરક્ષક, લીમડી ગૌરક્ષક સમગ્ર ટીમ દ્વારા આ લોકોને પકડી ને મુળી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજીય સંગઠન મંત્રી અને હિન્દુ યુવા વાહિનીના જિલ્લા પ્રમુખ કે બી બોરીચા,ચેતનભાઇ પાટડીયા હિન્દુ યુવા વાહિની અને ગૌરક્ષક, વિજયભાઈ કુંભારવાડીયા હિન્દુ યુવા વાહીની, સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોર, જેકી ભાઈ આહીર હિન્દુ યુવા વાહિની, યશભાઈ પરમાર હિન્દુ યુવા વાહિની, વૈભવભાઈ પટેલ હિન્દુ યુવા વાહિની, મુન્નાભાઈ કોરી હિન્દુ યુવા વાહિની, મિતરાજ હિન્દુ યુવા વાહિની તેમજ લીમડીનાં ગૌરક્ષક રઘુભાઈ ભરવાડ અને તેમની ટીમ તેમજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી અધ્યક્ષ ચોટીલા હરેશભાઈ ચૌહાણ અને તેમની ટીમ, અખિલ ભારતીય ગૌરક્ષક સતા અધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ ગુજરાત તેમજ માલાભાઈ ભરવાડ થાન ગૌરક્ષક સહિતના સમગ્ર ગૌરક્ષક દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.