Friday, May 2, 2025
HomeGujaratગૌ રક્ષકોએ કચ્છથી રાજકોટ કતલખાને જતાં દસ નંગ જીવને માળિયાં નજીકથી પકડી...

ગૌ રક્ષકોએ કચ્છથી રાજકોટ કતલખાને જતાં દસ નંગ જીવને માળિયાં નજીકથી પકડી પાડ્યા:બે ઇસમો ઝડપાયા

મોરબી કચ્છ ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યએ કચ્છથી બોલેરો પીકપ ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે રાજકોટ આવતા ગાડીને માળીયા પાસે રોકી તેમાં રાખેલ દસ નંગ પાડાને છોડાવી મોરબી પંજળાપોળ ખાતે રાખવામાં આવ્યા છે. તેમજ ગૌ રક્ષકો દ્વારા બે ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી કચ્છ ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈ પીપળીયા ચાર રસ્તા થઈને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે મોરબી ગૌરક્ષક વોચ ગોઠવી કચ્છ બાજુથી ગાડી નંબર GJ12BZ4341બોલેરો પીકપ ગાડી આવતા તે ગાડીને પીપળીયા ચાર રસ્તા નજીક રોકીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ 10 ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે તેવી રીતે બાંધેલા હતા. જેની પાસે કોઈ પાસ કે પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવ્યું કે કચ્છ નખત્રાણા બાજુથી ભરેલ હતા અને રાજકોટ હાજીના ઘરે કતલ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. તે ૧૦ જીવોને મોરબી અને કચ્છ ગૌરક્ષક, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સહયોગથી જીવોને બચાવી મોરબી પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે. ગૌરક્ષક દ્વારા ગાડી અને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ દસ નંગ પાડા કિંમત રૂ. ૧૫૦૦ ગણી કુલ ૧૫,૦૦૦ તેમજ બોલેરો મળી કુલ ૧૦,૧૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઇદ્રિશ ગુલાબીભાઈ જત અને ગુલજારભાઈ હાજી જુસબભાઈ જત વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ફરિયાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય અને ગૌરક્ષક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે… જે રેડને સફળ બનાવવા માટે મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકોટ ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, કચ્છ ગૌરક્ષક જીવદયા, લીમડી ગૌરક્ષક જીવ દયા, ચોટીલા ગૌરક્ષક જીવદયા ભાઈઓનો સારો સહકાર મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!