મોરબી ઘુટુ ગામ પાસે ગૌરક્ષકોને મળેલ બાતમીને આધારે સુઝુકી કેરી ગાડીમા પરમિટ વગર ભરેલા ૧૦ ઘેટા જીવો સાથે ત્રણ ઈસમોને ઝડપી તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. અબોલ જીવો માટે ઘાસ-ચારો અને પાણી વિના દયનિય સ્થિતિમાં લઈ જવામાં આવતાં હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર ચોકડી ઉમા રેસિડેન્સીમાં રહેતા મૂળ જારીડા ગામ તા.મોરબીના રહેવાસી અને ગૌરક્ષક તરીકે સેવા આપતા જયદીપભાઈ કીશોરભાઈ ડાવડા અને તેમની ગૌરક્ષક ટીમના સાથીઓ ખુશાલભાઈ વાડાલીયા, કંજારિયા મહેશભાઈ તથા સાગરભાઈ પલાણ સાથે મોરબીના ઘુટુ ગામ પાસે સ્મશાન પાસે ચેકિંગમાં હતા. ત્યારે એક સુઝુકી કંપનીની કેરી ગાડી રજી.નં. જીજે-૧૩-એએક્સ-૨૬૪૮ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી ચેકિંગ દરમિયાન કેરી ગાડીમાં ઘેટા જીવ ૧૦ ભરેલા હોવાનું જણાયું. ત્યારે સુપર કેરી વાહનના ચાલક નિશારઅહમદ મહેમુદભાઈ ભટી ઉવ.૨૧ રહે. ધાંગધ્રા તથા તેની સાથેના અન્ય બે ઈસમો જેમાં ઈનુશભાઈ સીંકદરભાઈ ભટી ઉવ.૫૨ રહે. ધાંગધ્રા તેમજ અકરમભાઈ દાઉદભાઈ ભટી ઉવ.૩૪ રહે. ધાંગધ્રા વાળા પાસે ઘેટાને લઈ જવા માટે કોઈ પણ પ્રકારનો ગૌવંશ પરિવહન પરમિટ કે અધિકૃત દસ્તાવેજ ન હોય તેમજ કેરી વાહન માં ઘેટાને માટે ઘાસ, ચારો કે પાણી વિના ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી કેરી વાહન સહિત મોરબી તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા અને ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, જ્યાં પોલીસે સુઝુકી કેરી ગાડી કિ.રૂ.૧.૫૦ લાખ, ૧૦ નંગ ઘેટા કિ.રૂ.૫૦ હજાર એમ કુલ રૂ.૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે