મોરબી કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના સહયોગથી કચ્છથી ૩૦ નંગ પાડા રાજકોટ તરફ કતલખાને લઈ જતા આઇસરને માળીયા નજીક રોકીને તપાસ કરતા પાડાને હલી ચલી ન શકે તેમ ક્રૂરતા પૂર્વક બાંધેલા હોવાનું સામે આવ્યું હતું. તેમજ પાસ કે પરમિન્ટ ન હોવાથી ગાડીને અટકાવી ૩૦ નંગ પાડાને બચાવી માળિયાના ખાખરેચી પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે. તેમજ બે આરોપીઓ વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે…
મોરબી કચ્છ ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યને બાતમી મળી કે કચ્છ બાજુથી એક મોટા પ્રમાણમાં આઇસર ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે માળીયા થઈને રાજકોટ લઈ જવામાં આવી રહયા છે. જે બાતમીના આધારે
મોરબી અને કચ્છ ગૌરક્ષકોએ વોચ ગોઠવી કચ્છ બાજુથી ગાડી નંબર GJ13 AW 7883 આઇસર આવતા તે ગાડીને માળીયા નજીક રોકીને તેમાં ચેક કરતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ ૩૦ કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા જોવા મળ્યા હતા. જે પાસ પરમીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ નખત્રાણા બાજુથી ભરેલા છે અને રાજકોટ હાજીના ઘરે ત્યાં કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. તે ૩૦ જીવોને મોરબી અને કચ્છ ગૌરક્ષકોએ બચાવી માળિયાના ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. તેમજ ગૌરક્ષક દ્વારા ગાડી અને આરોપી 2 માળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની અને ગૌરક્ષકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામા આવી છે…જે રેઇડમાં મોરબી ગૌરક્ષક હિંદુ યુવા વાહીની, રાજકોટ ગૌરક્ષક જીવદયા, વિરમગામ ગૌરક્ષક જીવદયા, કચ્છ ગૌરક્ષક જીવદયા, લીમડી ગૌરક્ષક જીવદયા અને ચોટીલા ગૌરક્ષક જીવદયા દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો….