એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય વિસ્તારોમાં મોટાપાયે વાહન ચેકિંગ ડ્રાઈવમાં કુલ ૧.૩૦ લાખનો દંડ વસુલાયો.
મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એસપી રાહુલ ત્રિપાઠી, ડિવાયએસપી, પીઆઈ અને અન્ય પોલીસ જવાનો સહિત શહેરના વિવિધ ચેકપોસ્ટો પર મેગા વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી ૧.૩૦ લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો હતો.
મોરબી શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા અને નિયમો ભંગ કરનારાઓને અંકુશમાં લેવા ગઈકાલ તા.૧૮/૦૭ના રોજ સાંજના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશાળ સ્તરે વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં એસપી રાહુલ ત્રિપાઠી ડિવાયએસપી, સાતથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો અને અન્ય અધિકારીઓ અને ૧૫૦ થી વધુ પોલીસ જવાનોએ જુદા જુદા ચેકિંગ પોઇન્ટ પર ઊભા રહી વાહનચાલકોને રોકી નિયમભંગ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના વ્યસ્ત વિસ્તારમાં મુખ્ય માર્ગો, સ્કૂલ-કૉલેજ નજીક, ટ્રાફિક પોઇન્ટ્સ અને પબ્લિક ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરતા અનેક કેસો સામે ફટાફટ દંડ ફટકારવામાં આવ્યો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે, “ટ્રાફિક નિયમોનું પાલન દરેક નાગરિકની ફરજ છે. આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ થકી શહેરમાં ટ્રાફિક શિસ્ત સ્થાપિત કરવાનો અમારો પ્રયાસ છે. આવાં ડ્રાઈવો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે. તેમ જણાવ્યું હતું.
આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કાળા કાચ વાળી ગાડીઓના કેસો: ૩૮, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના કેસો : ૫૧, (એમ.વી.એક્ટ-૨૦૭) વાહનો ડીટેઇનના કેસો : ૩૫, જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથે કેસો: ૦૨, શીટ બેલ્ટના કેસો-૦૨, બી.એન.એસ.૨૮૧ મુજબ ૦૬, ટ્રાફીક અડચણરૂપ પાર્કીંગના-૦૯, ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ દંડ: એન.સી.૨૭૧ દંડ રૂ.૧,૩૦,૮૦૦, ભરેલ બી રોલની સંખ્યા :૧૨, લીધેલ અ.પગલા : ૧૩, GPA-122 (C) કેશ- ૧, જુગારધારાના સફળ કેસો:૦૨, મોરબી સીટી એ ડીવી, તથા બી ડીવી. તથા મોરબી તાલુકા પો.સ્ટે. તથા એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલ પ્રોહી કેસો- ૦૯ જેમાં દેશી દારૂ લીટર- ૫૮ તથા ઇંગ્લીશદારૂ મળી કુલ કિ.રૂ.૧૮,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. મોરબી પોલીસ દ્વારા રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિને અટકાવવા પ્રોહીબીશનના કુલ-૦૯ જેટલા કેસો શોધી દારૂ લી.-૫૮ તથા ઇંગ્લીશ દારૂ મળી કુલ કિ.રૂ.૧૮,૭૫૦/-તથા ટ્રાફીકને લગતા અલગ-અલગ હેડ હેઠળ કુલ ૨૭૧ એન.સી. આપી કુલ કિ.રૂ.૧,૩૦,૮૦૦/-નો દંડ વસુલવામાં આવેલ છે.