મારબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાખરેચી ગામના સ્વામીનગર સોસાયટીમાં જાહેરમાં વર્લીફીચર્સના આંકડાઓ ડાયરીમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી તેજશભાઈ ઉર્ફે પીન્ટુ નારશીભાઈ લાંઘણોજા ઉવ.૩૭ રહે.સ્વામીનગર સોસાયટી ખાખરેચી તા.માળીયા(મી) વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી પાસેથી વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા ૨,૪૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.