મોરબી એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં લેડસન સીરામીક સામે વોકળા પાસે ખુલ્લી જગ્યામાં એક ઈસમ પ્લાસ્ટિકના બાચકામાં પારદર્શક કોથળીમાં કશુંક પ્રવાહી લઈને શંકાસ્પદ હાલતમાં બેઠો હોય, જેથી તે પ્રવાહી ચેક કરતા, દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું, જેથી તુરંત આરોપી અર્જુનભાઇ ઉર્ફે ટકો હીરાભાઈ ધોળકીયા ઉવ.૨૩ રહે. મોરબી-૨ ઇન્દિરાનગર વાળાને દેશી દારૂ ૨૦૦ લીટરના જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર કબ્જે લઈ ક્રાઇમ બ્રાંચ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.