મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન એલ.સી.બી. મોરબી ટીમે મોટી સફળતા મેળવી છે. મોરબી એલ.સી.બી. દ્વારા પ્રોહિબિશનનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માહિતીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પાર્ટ ગુ.ર.નં. ૨૦૧/૨૦૨૬ પ્રોહિબિશન કલમ ૬૫(ઇ), ૮૧ અને ૯૮(૨) મુજબ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોળ ને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ ખાતરી આપવામાં આવી છે.









