મોરબી તાલુકાના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા- ૧૨૩૧૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડી લઈ તમામ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, આમરણ ગામમાં આવેલ દાવલશા-વાસની પાછળ બાવળની કાંટમાં વોકળાના કાંઠે અમુક ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમે છે, જેથી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા જુગારની મજા માણી રહેલા ઇમતીયાજભાઇ જુનેશભાઇ તૈલી રહે.આમરણ ગામ, વલમજીભાઇ ભગવાનજીભાઇ અંબાણી રહે.નવા આમરણ ડાયમંડ નગર, બાબુલાલ વાઘજીભાઇ શેરશીયા રહે.નવા આમરણ ડાયમંડ નગર તથા રમેશકુમાર કેશવદાસ ચૌહાણ રહે. રહે.નવા આમરણ ડાયમંડ નગર વાળાને રોકડા રૂ. ૧૨,૩૧૦/- સાથે પકડી પાડી, આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.