મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા મોરબી-૨ ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળ ભરવાડ સમાજની વાડી નજીક આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન આરોપી રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી ઉવ.૨૨ વાળાને અલગ અલગ માપના કેરબા માં વેચાણ કરવાના ઇરાદે રાખેલ ૮૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૬,૦૦૦/- સાથે રંગેહાથ પકડી લઈને તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.