મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ રોટરીનગર સોસાયટીમાં શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલ ઇસમને રોકી તેની તલાસી લેતા વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૮ બોટલ કિ.રૂ૫,૪૮૮/- મળી આવી હતી, જેથી આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા ઉવ.૩૪ રહે.બ્લોક નં.૫૨ રોટરીનગર શેરી નં.૨ મોરબી-૨ વાળાની અટક કરી હતી, વિદેશી દારૂનો જથ્થો મૂળ મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી હાલ રહે.રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા નજીર રહીમભાઈ સુમરા સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવીને આપી ગયો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.