મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અને ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનોના મુદામાલ સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૫/૧૦/૨૦૨૫ ના રોજ મોરબી લખધીરપુર રોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે RJ14 GQ-4374 નંબરના ટ્રક ટ્રેલરનો ચાલાક પોતાનું ટ્રક પાર્ક કરી ટ્રકની કેબીનમાં સૂતો હતો. ત્યારે કોઇ અજાણ્યા આરોપીઓએ ટ્રકની ડીઝલ ટાંકીના ઢાંકણાનો લોક તોડી ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર જેટલુ ડીઝલ ચોરી કરી લઇ ગયો હતો. જે ડીઝલ ચોરીનો ગુનો કરી આરોપીઓ નાશી ગયા હતા. જે બાબતે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. જેને લઇ મોરબી એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારમાં સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવી હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા આજરોજ તા.૧૧/૧૧/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કોડની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, આ ડીઝલ ચોરીનો ગુનો આચરનાર સ્વીફ્ટ ગાડી નંબર-GJ-03-HR-0581 નો ચાલક હરેશભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ બાલસાણીયા તથા જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેર બંનેએ આચરેલ હોવાની અને હાલ તેઓ મોરબી જુના ઘુંટુંરોડ ઉપર આવેલ સ્મશાન પાસે ગાડી સાથે ઉભેલ હોવાની ચોક્કસ હકીકત મળતા તે આધારે તપાસ કરતા સ્થળ પરથી ઈસમો એક સ્વીફ્ટ ગાડીની રૂ. ૩,૦૦,૦૦૦/- તથા ડિઝલ ચોરી કરવામા ઉપયોગ કરેલ ૭ ખાલી કેરબાની કિંમત રૂ. ૩૫૦/- તથા ૨ પ્લાસ્ટીકની પાઇપો રૂ.૧૦૦/- મળી કુલ રૂ. ૩,૦૦,૪૫૦/- નો મુદામાલ સાથે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.









