દેશી દારૂ આપનારનું નામ ખુલતા તેની અટક કરવા શોધખોળ
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પૂર્વ બાતમીને આધારે પરષોત્તમ ચોક નજીક રેઇડ કરતા બે મહિલા બુટલેગરને દેશી દારૂની ૧૨૦૦ નંગ કોથળી જેમાં ૨૭૦ લીટર દેશી દારૂના જંગી જથ્થા સાથે પકડી લેવામાં આવી હતી, પકડાયેલ બંને મહિલા આરોપીને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ રામભાઈ મંઢને બાતમી મળેલ કે કાલિકા પ્લોટ સતવારા બોર્ડિંગ પાછળ રહેતા ગૌરીબેન અને સલમાબેન બંને ભાગીદારીમાં પરષોત્તમ ચોક નજીક દેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે પરષોત્તમ ચોક મેલડી માતાજીના મંદિર નજીક ખાંચામાં રેઇડ કરતા દેશી દારૂની ૨૦૦મીલી.ની ૧૨૦૦ નંગ કોથળી તેમજ અન્ય પાંચ લીટરના ૬ નંગ બાચકા સહિત ૨૭૦ લીટર દેશી દારૂ સાથે મહિલા આરોપી ગૌરીબેન રસિકભાઈ હમીરપરા ઉવ.૪૫ તથા આરોપી સલમાબેન તોફિકભાઈ ચાનીયા ઉવ.૩૧ બન્ને રહે. કાલિકા પ્લોટ સતવારા બોર્ડિંગ પાછળની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, ત્યારે દેશી દારૂનો જંગી જથ્થો આપનાર આરોપી નવઘણભાઈ જેઠાભાઇ દેગામા રહે. લીલાપર ગામવાળાના નામની બન્ને મહિલા આરોપી દ્વારા કબુલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.