મોરબી જિલ્લામાં ગુન્હાખોરી અટકાવવા મોરબી જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. ત્યારે આજ રોજ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કર્યો છે.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. એમ.પી.પંડયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ તુલસીભાઇ હસમુખભાઇ કોળી (રહે. પંચાસર રોડ, રાજનગર, હનુમાનજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે.ખાખરેચી તા.માળીયા મી. જી.મોરબી)નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ એલ.સી.બી. પી.આઈ. એમ.પી. પંડયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ બનાવી તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા (રહે. પંચાસરરોડ, રાજ નગર, હનુમાનજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે.ખાખરેચી તા. માળીયા મી. જી. મોરબી)ને આજરોજ તા.૦૨/૦૭/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે પોતાના રહેણાંક મકાનેથી પકડી, ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.