મોરબીમાં નટ બજાણીયા ના સરકસ કરતા પરિવારનો બાળક એક મહિના પહેલા મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતેથી ગુમ થયો હતો જેની પરિવારે ૨૭ દિવસ બાદ અપહરણ થયા અંગેની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરી હતી.
જે બનાવ સામે આવતા જ મોરબી સીટી એ ડિવિઝન અને મોરબી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને જૂના બસ સ્ટેન્ડથી લઈને ચારે બાજુના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે સાથે બાળકના ફોટો પણ જાહેર કરવામાં આવ્યા હતા જે દરમિયાન મોરબી એલસીબી જે જાણ થઈ હતી કે આ બાળક કચ્છના ભચાઉ નજીક આવેલ ચાર રસ્તા પાસે છે જેથી તાબળતોડ મોરબી એલસીબીની ટીમ રવાના થઈ હતી અને બાળક ધર્મેન્દ્ર રામખેલાવન(ઉ.વ.૧૩ વર્ષ ૭ મહિના) વાળાને હેમ ખેમ શોધી કાઢ્યો હતો અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તેના પરિવાર જનોને સોંપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ,પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા અને મોરબી એલસીબી,પેરોલ ફ્રલો સ્કોડ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયો હતો.