Friday, January 10, 2025
HomeGujaratમોરબીના નાની કેનાલ રોડ એપાર્ટમેન્ટના દસમા માળે ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો...

મોરબીના નાની કેનાલ રોડ એપાર્ટમેન્ટના દસમા માળે ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો:આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોરબીના નાની કેનાલ રોડ સનરાઇઝ વિલા એપાર્ટમેન્ટમાં જુગાર રમતા આઠ ઇસમોને ગંજીપતાના પાના વડે જુગાર રમતા રોકડ રૂપિયા 1,43,250 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી પોલીસને મળેલ બાતમીના આધારે મોરબીના નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એચ બિલ્ડીંગ દસમાં માળે બે ફલેટ વચ્ચેના સીડીના ચોકા ઉપર જાહેરમાં ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂ.૧,૪૩,૨૫૦/- સાથે પકડી પાડવામાં આવ્યા છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી જુગાર રમતા ધવલભાઇ ગોરધનભાઈ વીરમગામા, જગદીશભાઇ જયંતિભાઇ કુંડારિયા, સાગરભાઇ મીઠાભાઇ ફેફર, મુકેશભાઇ શિવાભાઇ ફૂલતરિયા, લલીતભાઇ વનજીભાઇ છનીયારા, દિવ્યેશકુમાર ભીખાભાઇ મોરડીયા, રજનીકાંત ગોરધનભાઇ વિરમગામા, નિશીતભાઇ કાનજીભાઇ કાચરોલા નામના આરોપીઓને પકડી પાડી મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!