મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડા રૂ. ૨,૦૨,૫૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.૩,૦૨,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યાં છે.પોલીસે બાતમીના આધારે રેઇડ કરી જુગારનો અખાડો ચલાવનાર સહિત કુલ નવ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીએ મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા માટે એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના આપતા તેમના માર્ગદર્શન હેઠળ વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી અને એલ.સી.બી મોરબીના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન એલ.સી.બી મોરબીના એ.એસ.આઇ જીજ્ઞાબેન કણસાગરા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વસીયાણીને બાતમી મળી કે જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર મોરબી તાલુકા વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમાડી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમા તેના મકાને રેઇડ કરી જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર, રાજેશભાઇ જીવરાજભાઈ પટેલ, સુભાનભાઇ ઇકબાલભાઈ જેડા, સદામભાઇ રજાકભાઈ પરમાર, સરતાજભાઇ સલીમભાઇ અંસારી, ચીરાગભાઇ રાઘવજીભાઇ પટેલ, ફીરોજભાઇ મહમદ હુસેન સીપાઇ, સોયેબભાઇ સુભાનભાઇ લોલાડીયા અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ નામનાં ઇસમોને જુગાર રમતા રોકડ રૂ.૨,૦૨,૫૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કિંમત રૂ. ૩,૦૨,૫૦૦/- નો મુદામાલ સાથે પકડી તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.