Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના રણછોડનગરના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબીના રણછોડનગરના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૪ બોટલ ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે વીસીપરા રણછોડનગરમાં આવેલ રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૪ બોટલ ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે વીસીપરા રણછોડનગર પાણીના ટાંકા વાળી શેરીમાં આવેલ રહેણાંકમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોય જેથી તુરંત રહેણાંક મકાને રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૪ બોટલ કિ. રૂ.૧૦,૨૦૦/- મળી આવ્યો હતો. આ સાથે આરોપી રફીકભાઇ હૈદરભાઇ મોવર રહે.વીસીપરા રણછોડનગર પાણીના ટાંકાની સામેની શેરીમાં દરોડા દરમિયાન રહેણાંક મકાને હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!