હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સ્કૂલ પાછળના જાહેર રોડ પરથી મોરબી ક્રાઇમ બ્રાંચે સ્વીફટ કારમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક પોલીસ કાર્યવાહી જોઈ કાર રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂની ૧૪૪ બોટલ તથા કાર સહિત કુલ રૂ.૪,૫૮,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કૂલ પાછળ જાહેર રોડ પર પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન વાહન ચેકીંગ કાર્યવાહીમાં હોય તે દરમિયાન સ્વીફટ કાર રજી.નંબર જીજે-૦૩-એફડી-૨૩૯૭ના ચાલક દ્વારા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય ત્યારે કારચાલક પોલીસ કાર્યવાહી જોઈ કાર રોડ ઉપર રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા કારની ઝડતી તલાસી લેતા તેમાથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વિસ્કીની ૧૪૪ નંગ બોટલ કિ.રૂ.૧,૫૮,૪૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે સ્વીફ્ટ કાર કિ.રૂ.૩ લાખ સહિત રૂ. ૪,૫૮,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી, આરોપી ફરાર કાર ચાલક તેમજ તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસની તજવીજ હાથ ધરી છે.









