મોરબી જીલ્લા ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા માળીયા(મિં) અણીયારી ટોલનાકા નજીક આવેલ રોહીશાળા ગામના બોર્ડ પાસે રોડ ઉપરથી એક XUV કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૪૨૭ નંગ બોટલનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેમાં એલસીબી/પેરોલ ફર્લો સ્ટાફના હેડ કોન્સ ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા તથા ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે રાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી એક XUV કાર રજી.નં. જીજે-૦૧-કેક્યુ-૮૪૫૦ વાળી માળીયા તરફ આવનાર છે અને આ ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર ઉપરોક્ત ગાડીની વોચમાં હોય તે દરમિયાન XUV ગાડી નીકળતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૪૨૭ નંગ બોટલ મળી આવી હતી. જેથી XUVકાર કિ.રૂ.૧૦ લાખ તેમજ દારૂનો જથ્થો કિ.રૂ.૧,૯૧,૦૫૧/- સહિત કુલ કિ.રૂ.૧૧,૯૧,૦૫૧/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક આરોપી વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ મથક ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે