મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં વીસીનગર શેરી નં.૨૨ માં આવેલ રહેણાંક મકાનમાં એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલ ઝડપી લેવામાં આવી હતી, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ પેટ્રોલિંગના હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે વીસીપરા વિજયનગર રોડ ઉપર વીસીનગર શેરી નં.૨૨ માં આરોપી અસ્પાક ઉર્ફે ફતો પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની ઓલ સિઝન ગોલ્ડન કલેક્શનની ૬૦ નંગ બોટલ કિ.રૂ. ૮૪,૦૦૦/- મળી આવતા તે જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો, જ્યારે આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઇસ્માઇલભાઈ માણેક હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.