Saturday, January 10, 2026
HomeGujaratહળવદનાં કડીયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ:બે બૂટલેગરોની...

હળવદનાં કડીયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ:બે બૂટલેગરોની શોધખોળ

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જો કે, આરોપીઓ ફરાર થઇ જતા બંને આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતિ અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, કડીયાણાથી માથક તરફ જતા રસ્તે આશરે એક કિ.મી. આગળ ડાબી તરફ જતા કાચા રસ્તે આગળ જતા કાચા રસ્તાની સાઇડમાં ખરાબામાં કડીયાણા ગામની સીમમાં રાહુલ ઉર્ફે ધુમો કોળી તથા લાલો કોળી નામના ઇસમો દ્વારા ભારતીય બનાવટતા પરપ્રાંતના વિદેશીદારૂનો જથ્થો ઉતારેલ છે. અને આ દારૂનો જથ્થો હેરાફેરી કરવા અંગેની પ્રવૃત્તિ ચાલુ છે. જેથી આ જગ્યાએ એલ.સી.બી. દ્વારા રેઇડ કરતા ગ્લોબસ સ્પિરીટ્સ બ્લેક લેકથ્રી એક્સ રમની ૭૨ બોટલોનાં રૂ.૨૬,૧૩૬/-, ગ્લોબસ સ્પિરીટ્સ બ્લેકલે થ્રી એક્સ રમનાં ૯૧૨ ચપલાનાં રૂ.૮૪,૮૧૬/-, ગ્લોબસ સ્પિરીટ્સ ગ્રીન પ્રિમીયમ વ્હિસ્કીની ૬૦ બોટલોના રૂ.૨૧,૭૮૦/-, ગ્લોબસ સ્પિરીટ્સ ગ્રીન પ્રિમીયમ વ્હિસ્કીના ૯૬૦ ચપલાનાં રૂ.૮૯,૨૮૦/- તથા બ્લેક પેન્થર થ્રી એક્સ ડાર્ક રમની ૨૨૮ બોટલોનાં રૂ.૮૨,૭૬૪/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૩,૦૪૭૭૬-નો મુદામાલ મળી આવ્યો હતો. જો કે, આરોપીઓ ફરાર થઇ જતા તેમનાં વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!