Thursday, February 5, 2026
HomeGujaratમોરબીના ઉંચી માંડલ પાસેથી ડમ્પરમાં ચોરખાનું બનાવી લવાતો દારૂ બિયરનો જથ્થો ઝડપી...

મોરબીના ઉંચી માંડલ પાસેથી ડમ્પરમાં ચોરખાનું બનાવી લવાતો દારૂ બિયરનો જથ્થો ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ:બે ઇસમો ઝડપાયા બે વોન્ટેડ

મોરબી ક્રાઇમ બ્રાંચે દારૂ-જુગાર વિરોધી ઝુંબેશ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક રોડ પરથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડી બે આરોપીની અટકાયત કરી છે. તથા ફરાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી બંનેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીની ટીમને ખાનગી બાતમીમળી હતી કે, એક GJ09AU-9274 નંબરનું ટ્રક ડમ્પર હળવદ તરફથી મોરબી તરફ આવે છે. જે ડમ્પરમાં માટી ભરેલ છે. અને આ ડમ્પરના ડ્રાયવર કેબીનના પાછળ બોડીના આગળના ભાગે એક ચોરખાનુ બનાવેલ છે. તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટિમ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક સ્પેરોન કારખાના પાસે રોડ પર વાહન ચેકીંગ/વોચમાં હતા. દરમિયાન બાતમી વાળું ડમ્પર મળી આવતા ડમ્પરમાં ડ્રાયવર કેબીન પાછળ ડમ્પરના કેરીયરમા આગળના ભાગે ચોર ખાનુ બનાવેલ તેમાં ભારતીય બનાવટનો રોયલ સ્ટગ ડીલક્સ વ્હીસ્કીની ૨૪ બોટલો રૂ.૩૧,૨૦૦/-, બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હિસ્કીની ૩૬ બોટલો રૂ. ૬૪,૮૦૦/-, રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્સ વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની ૧૬૩૨ બોટલો રૂ. ૨,૯૩,૭૬૦/-, 8 પી.એમ. સ્પેસ્યલ રેર વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની ૯૬૦ બોટલો રૂ. ૧,૧૫,૨૦૦/-, કીંગ ફીસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના ૧૬૨ ટીન, રૂ.૩૫,૬૪૦/-મળી કુલ રૂ.૫,૪૦,૬૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૨૦,૬૮,૧૯૫/-ના મુદ્દામાલ સાથે અજયભાઈ કાન્તીલાલ ડામોર તથા રાહુલ અર્જુનલાલ વિહાત નામના ઇસમો મળી આવતા તથા માલ મોકલનાર મહેશ નામની વ્યક્તિ તથા માલ મંગાવનાર વ્યક્તિ સામે મોરબી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!