વિદેશ ભણવા જવાના ૫ લાખ માંગતા, જે આર્થિક માંગણી ન સંતોષાતા માનસિક દુઃખ ત્રાસ આપતા પરિણીતાએ અંતિમ પગલું ભર્યુંએ
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી-૫ માં રહેતી પરિણીતાને તેના પતિ તથા સાસુ-સસરા દ્વારા કરિયાવર તેમજ વિદેશ જવા જમાઈને પિતા દ્વારા રૂપિયા ન આપતા જે બાબતને લઈને પરિણીતાને માનસિક દુઃખ ત્રાસ આપતા હોય જે કારણે પરિણીતાએ પોતાની જાતે આપઘાત કરી લીધો હોવાના બનાવ બાબતે મૃતકના પિતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના ઉંટડી ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર ઉવ.૬૨ની પુત્રી કિંજલબેનના લગ્ન મોરબી જીલ્લાના ટંકારા ખાતે લક્ષ્મીનારાયણ સોસાયટી-૫ માં રહેતા શુભમ પનારા સાથે થયા હોય ત્યારે આરોપીઓએ ફરીયાદી વિનોદભાઈની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમા ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરુર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા હોય જે બાબતે દીકરીએ પોતાના પિતાને વાત કરી હતી, પરંતુ ફરીયાદી વિનોદભાઈની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેઓએ પાંચ લાખ રૂપિયા નહી આપતા, જમાઈ શુભમ તથા તેના માતા રિનલબેન પનારા તેમજ હીરાલાલ કરશનભાઇ પનારાને સારુ નહી લાગતા જેથી ગઈ તા.૦૩ માર્ચ ૨૦૨૫ થી ૧૮ મે ૨૦૨૫ ઉપરોક્ત બાબતે દિકરી કિંજલને કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનસીક દુઃખ ત્રાસ આપતા હતા, જે કિંજલથી સહન નહી થતા તેણીને આત્મહત્યા કરવા દુસપ્રેરીત કરતા આખરે દીકરી કિંજલ પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.