વાંકાનેરમાં દેલવાડિયાના દવાખાના નજીક નજીવી બાબતે ૭૪ વર્ષીય વૃદ્ધને ધક્કો મારી ઈજા પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં ર્ડો. ડેલવાડીયા દવાખાના પાછળ રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકી ઉવ.૭૪ એ આરોપી નિલેશભાઇ મુકેશભાઇ ગુગડીયા, સાહીલભાઇ મુકેશભાઇ ગુગડીયા તથા દિવ્યેશભાઇ મુકેશભાઇ ગુગડીયા રહે.બધા વાંકાનેર ડો.દેલવાડીયા સાહેબના દવાખાના પાછળ પરશુરામ પોટરીના ખુણે વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૧/૦૪ના રોજ બપોરના ડો. દેલવાડિયા સાહેબના દવાખાના પાછળ પરશુરામ પોટરી ક્વાર્ટરના ખૂણે ઉઓરોકટ આરોપીઓ અંદારો-અંદર ઝઘડો કરતા હોય તે દરમિયાન ફરિયાદી વૃદ્ધ પોતાના પૌત્રને બોલાવવા જતા હતા ત્યારે આરોપીઓ વચ્ચે ચાલી રહેલી માથાકૂટ દરમિયાન તેઓ વૃદ્ધને ગાળો આપી અને ત્યારબાદ આરોપી નિલેશભાઈ મુકેશભાઈ ગુગડીયાએ વૃદ્ધને છાતીમાં ધક્કો મારતા, વૃદ્ધ જમીન ઉપર પટકાયા હતા, જેના કારણે તેમને છાતીના ભાગે ઈજા પહોંચી હતી. આ સાથે અન્ય બંને આરોપીઓએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









