Tuesday, February 24, 2026
HomeGujaratકબીર ટેકરીમાં પરપ્રાંતિય ભાડુઆતો અંગે માહિતી ન આપતા બે મકાન માલિકો સામે...

કબીર ટેકરીમાં પરપ્રાંતિય ભાડુઆતો અંગે માહિતી ન આપતા બે મકાન માલિકો સામે ગુનો નોંધાયો

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરોને રૂમ ભાડે આપ્યા બાદ તેમની માહિતી પોલીસને ન આપતા બે મકાન માલિકો સામે એસઓજી પોલીસ ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતિય મજૂરોને પોતાના મકાનમાં રાખી તેમની વિગતો પોલીસ તંત્રને ન આપવાના બે અલગ બનાવોમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

પ્રથમ બનાવમાં મોરબી એસ.ઓ.જી. ટીમ મેજિસ્ટ્રેટના જાહેરનામા અંગે તપાસમાં હોય તે દરમિયાન આરોપી શંકરભાઈ પરસોત્તમભાઈ કગથરા ઉવ.૪૨ રહે. કબીર ટેકરી શેરી નં.૦૫, મોરબી વાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ પોતાના મકાનમાં પરપ્રાંતિય મજૂરો રાખ્યા હોવા છતાં તેમની માહિતી મોરબી એસ્યુર્ડ એપમાં અપલોડ કરી નહોતી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન કે સંબંધિત કચેરીમાં જાણ ન કરી કરી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

જ્યારે બીજા દરોડામાં પણ એસ.ઓ.જી. પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં બનાવમાં તપાસ હાથ ધરતા જ્યાં આરોપી સેજાદ રણમલભાઈ મુસાણી ઉવ.૨૨ રહે. મકરાણીવાસ મોરબી વાળાએ પણ પોતાના મકાનમાં પરપ્રાંતિય મજૂરો રાખી તેમની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત કચેરીમાં નોંધાવી ન હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!